આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારી યોજનાઓ સુધી તેમની પહોંચ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતે તેના વૈવિધ્યસભર અને વિશાળ જનસંખ્યા વચ્ચે એક એવી ઇકોસિસ્ટમની રચના કરી છે કે જ્યાં શાસનના લાભો ખૂબજ વંચિત સમુદાયો સુધી પણ પહોંચે છે.
વડોદરા સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર સરકારી નીતિઓ અને નાગરિકો વચ્ચે સીધા સંપર્ક તરીકે કામ કરતાં આ વિઝનનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે એવું પ્લેટફોર્મ પ્રદાન કરે છે કે જ્યાં આવશ્યક સેવાઓ અસરકારક રીતે ડિલિવર કરી શકાય છે અને તેનાથી સુનિશ્ચિત કરાય છે કે વિકાસની દિશામાં આગળ વધવામાં કોઇપણ પાછળ રહી ન જાય. (ઓન-કોલ સપોર્ટ માટે 9687872024 ઉપર કેન્દ્રનો સંપર્ક કરો).
અટલ સાંસદ જનસેવા કેન્દ્રની ભૂમિકા
અટલ સાંસદ જનસેવા કેન્દ્ર માહિતીના પ્રસાર તથા વિવિધ સરકારી યોજનાઓ સુધીની પહોંચને સુવિધાજનક બનાવવા માટે એક કેન્દ્ર તરીકે કામ કરે છે. આ પહેલ વિશેષ કરીને વંચિતો માટે સેવાની ડિલિવરીમાં ખાઇને ભરપાઇ કરે છે. વડોદરા જિલ્લાની જનસંખ્યા લગભગ 41.7 લાખ છે, જ્યાં લગભગ 20 ટકા વસતી 336 ઝૂંપડપટ્ટીમાં રહે છે (2005 સર્વે ડેટા). આ કલ્યાણકારી કાર્યક્રમો સુધીની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારના કેન્દ્રોની આવશ્યકતા રહે છે.
આ કેન્દ્ર આરોગ્યથી લઇને નાણાકીય સશક્તિકરણ સુધીની વિવિધ યોજનાઓ ઓફર કરે છે, જે સમાજના દરેક વર્ગના ઉત્કર્ષ માટે ડિઝાઇન કરાઇ છે. ડિજિટલ ઇન્ડિયા પહેલનો ઉપયોગ કરતાં આ કેન્દ્ર આધાર નોંધણી, આવકનો દાખલો અને આયુષ્માન ભારત કાર્ડની અરજી જેવી પ્રક્રિયાઓને સુવિધાજનક બનાવીને સરકારી યોજનાઓને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવે છે.
આયુષ્માન ભારત મીશન – ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની રચના
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જય) તરીકે ઓળખાતી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર દ્વારા ઓફર કરાતી સૌથી પરિવર્તનકારી આરોગ્યલક્ષી પહેલો પૈકીની એક છે. આ યોજના 1,350થી વધુ તબીબી પરિસ્થિતિઓમાં વિનામૂલ્ય સારવાર પ્રદાન કરે છે, જેમાં વાર્ષિક રૂ. 5 લાખ સુધીની આક ધરાવતા પરિવારો માટે હોસ્પિટલાઇઝેશન ખર્ચ પણ કવર થઇ જાય છે. આ કેન્દ્રમાં નોંધણીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરાઇ છે, જ્યાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમનું કાર્ડ માત્ર 10 મીનીટમાં પ્રાપ્ત કરે છે, જ્યારેકે અન્યને 10-15 દિવસનો સમય લાગે છે.
આ કેન્દ્રની મુલાકાત દરમિયાન મેં ત્યાંના ઓપરેટર હેતલ ભટ્ટ સાથે ચર્ચા કરી હતી. તેમણે આ સ્કીમ કેવી રીતે લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે તેના વિશે રસપ્રદ વિગતો આપી હતી. આવી જ એક વાર્તા શ્રીમતી રંજુ સાબીખીની છે, જેમના માતાએ આ કેન્દ્રમાં આયુષ્માન ભારત કાર્ડ પ્રાપ્ત કર્યુ. તેમણે વિશેષ કરીને કર્મચારીઓની કાર્યક્ષમતા અને પ્રોફેશ્નલાઝિમ સાથે મદદગાર સ્વભાવની પ્રશંસા કરી હતી. યુવા પેઢીને નાગરિકોને ખંતપૂર્વક મદદ કરતા જોઈને તેમનામાં આશાનો સંચાર થયો. તેમણે કહ્યું હતું કે કેવી રીતે થોડી જ મીનીટમાં કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી અને આ જોઇને તેઓ સેવાથી અભિભૂત થયાં હતાં. આવા ઉદાહરણો આરોગ્યસંભાળ અસમાનતાઓને દૂર કરવામાં નીતિની અસરને દર્શાવે છે. [Video Feedback]
મુદ્રા લોન, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને બીજી સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓ
સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ટેકો આપવા માટે ડિઝાઇન કરાયેલા મુદ્રાન લોન કેન્દ્ર દ્વારા સંચાલિત વધુ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આ પહેલ રૂ. 10 લાખ સુધીની લોન આપે છે, જેનાથી નાના વ્યવસાયના માલિકો, શેરી વિક્રેતાઓ અને ઉભરતાં ઉદ્યોગસાહસિકો તેમના સાહસનો વિકાસ કરી શકે છે. આ સ્કીમને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી છેઃ શિશુ (રૂ. 50,000 સુધીની લોન), કિશોર (રૂ. 50,001થી રૂ. 5,00,000) અને તરૂણ (રૂ. 5,00,001થી રૂ. 10,00,000). કેન્દ્ર ખાતેના ઓપરેટર સાથેની ચર્ચા મૂજબ વડોદરામાં ગ્રામીણ વિસ્તારોના ઘણાં ઉદ્યોગસાહસિકોએ તેમના વ્યવસાયના વિકાસ માટે મુદ્રા લોનનો લાભ લીધો છે.
બીજી તરફ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ ઉદ્યોગસાહસિક સમાનતાને પ્રોત્સાહન આપે છે. તે ઉત્પાદન, સેવાઓ અથવા વેપાર ક્ષેત્રોમાં ગ્રીનફિલ્ડ સાહસો સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. દરેક બેંક શાખાને વાર્ષિક ઓછામાં ઓછા બે આવા પ્રોજેક્ટ્સને ટેકો આપવાનો આદેશ આપવામાં આવે છે.
દરેક માટે સુરક્ષાઃ આ કેન્દ્રો વિવિધ કલ્યાણકારી યોજનાઓની સુવિધા પ્રદાન કરે છે, જેથી વંચિત સમૂહોની નાણાકીય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
- અટલ પેન્શન યોજનાઃ અસંગઠિતક્ષેત્રના કામદારો માટે પેન્શન સ્કીમ
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાઃ 18-50 વર્ષ વચ્ચેના વ્યક્તિઓ માટે જીવનવીમા કવચ
- વિધવા સહાય યોજનાઃ વિધવાઓ માટે નાણાકીય સહાય
- વ્હાલી દિકરી યોજનાઃ બાળકીઓના અભ્યાસ અને લગ્ન માટે સપોર્ટ
ડિજિટલ ઇન્ડિયા દ્વારા નાગરિકો સુધી નીતિઓની પહોંચમાં વધારો
અટલ સાંસદ જનસેવા કેન્દ્રની સફળતા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ડિજિટલ પહેલને પણ આભારી છે. પ્રક્રિયાઓના ડિજિટાઇઝેશન દ્વારા આ કેન્દ્ર સેવાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરે છે. વડોદરા માટે આ વિશેષ છે કે જ્યાં વસતીના વિશાળ સમૂહને લાભો લેવામાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આયુષ્માન ભારત, મુદ્રા લોન અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા જેવા મુખ્ય કાર્યક્રમોની વ્યાપક સુલભતા પ્રદાન કરીને આ કેન્દ્ર વ્યક્તિઓને સ્વસ્થ, વધુ સુરક્ષિત અને આર્થિક રીતે સ્થિર જીવન જીવવા માટે સશક્ત બનાવે છે.
નાગરિકો માટે રાજકીય ગપશપથી આગળ વધતાં આ નીતિઓ વિશે જાગૃકતામાં વધારો થાય તે જરૂરી છે. આ કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓનો ઉપયોગ કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતાં આપણે સામૂહિકરૂપે સુનિશ્ચિત કરી શકીએ કે સરકાર દ્વારા અપાતા લાભો સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે. ચાલો, આપણે સકારાત્મક પરિવર્તનનું નેતૃત્વ કરીએ તથા નીતિઓ અને કામગીરી વચ્ચેની ખાઇને દૂર કરીએ.
આ કેન્દ્રની કામગીરી ઉપર દેખરેખ રાખતાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, અટલ સાંસદ જનસેવા કેન્દ્ર માત્ર કેન્દ્ર જ નહીં, પરંતુ તે દરેક વ્યક્તિને તેમના હકો અને અવસર સુધીની પહોંચ પ્રદાન કરે છે. ભેગા મળીને આપણે એવાં રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ કે જ્યાં કોઇ પાછળ રહી ન જાય. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સૂત્ર સાથે મજબૂત ભારતની રચનાની દિશામાં આપણી સામૂહિક સફર છે.
Connect @bhatt.shivesh / Shivesh Bhatt (Opinion Columnist)