૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સ માં ગણવેશધારકોએ વગાડ્યો વડોદરાનો ડંકો…
વડોદરા શહેર પોલીસના રમતવીર જવાનો અને અધિકારીઓ એ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ૧૫ જેટલાં ચંદ્રકો જીતી લઇને રંગ રાખ્યો છે.
તાજેતરમાં દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં આ ગણવેશધારીઓએ શહેર પોલીસ દળનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાંતા ૨૭-૨૮ નવેમ્બર 2021 ના રોજ દ્વારકા જિલ્લા ખાતે ૪૦મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ 2021 યોજવામાં આવી જેમાં ઉમર ના આધારે અલગ અલગ ઓપન સ્પોર્ટ્સ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક જિલ્લા ના પોલીસ અધિકારી તેમજ કર્મચારી સાથે સ્થાનિક ખેલાડીઓ એ પણ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાઓમાં વડોદરા સીટી પોલીસ કમિશ્નર શ્રી ડો. શમશેરસિંહના માર્ગદર્શન હેઠળ વડોદરા સીટી પોલીસ ના અધિકારી તેમજ કર્મચારીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ અલગ અલગ કેટેગરીમાં મેડલ મેળવી વડોદરા સીટી પોલીસ નું નામ ગુજરાત સ્તરે રોશન કર્યું છે
આ સ્પર્ધાની ૩૫ -૪૦ ઉમર વર્ષ કેટેગરીમાં વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ અરુણ મિશ્રાએ ૨૦૦ મીટર ની દોડમાં તથા ગોળાફેંકમાં ફર્સ્ટ આવી ગોલ્ડ મેડલ તેમજ ૪૦૦ મીટર ની દોડ મા સિલ્વર મેડલ,
૪૦- ૪૫ ઉમર વર્ષ કેટેગરીમાં હે.કો શેરજમાન બ્લોચ એ ૪૦૦,૮૦૦ તથા ૧૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જોશનું પ્રદર્શન કર્યું છે.
જ્યારે ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં કોન્સ્ટેબલ નિશાંત શિવાજીરાવએ ૨૦૦ મીટર ની દોડ મા ગોલ્ડ મેડલ તથા ૧૦૦ મીટર ની દોડ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં એ.એસ.આઇ. સલીમ ઇબ્રાહિમએ ૫ કીમી અને ૧૫૦૦ મીટર ની દોડમાં સિલ્વર તથા ૮૦૦ મીટર ની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ખેલ કુશળતા બતાવી છે.
૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ હે.કો હસન ઇબ્રાહિમએ ૪૦૦ મીટર ની હર્ડલસ (વિઘ્ન દોડ) માં તેમજ ૧૫૦૦ મીટર દોડમાં તથા ૫ કિમી ક્રોસ કન્ટ્રી માં ગોલ્ડ તેમજ ૮૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ ભાઈ ઠાકુરએ ૪૦૦ મીટર ની હર્ડલ્સ (વિઘ્ન દોડ) માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
આવુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરા સીટી પોલીસના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ એ વડોદરા સીટી પોલીસ નું નામ ગુજરાત માં રોશન કર્યું છે.વિજેતાઓને શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ એ અભિનંદન આપ્યા છે.
આ વિજેતા જવાનો અને અધિકારીઓ એ પોલીસકર્મીઓ એ હંમેશા શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવવી જોઈએ તેવો પ્રેરક સંદેશ આપ્યો છે.તેની સાથે રમતમાં પ્રવીણતા પોલીસ દળમાં પ્રવેશ સરળ બનાવે છે એવો સંદેશ પોલીસ ભરતીમાં ભાગ લેનારા યુવા સમુદાયને આપ્યો છે.