● નવસારીની યુવતી પર વડોદરામાં દુષ્કર્મ કેસ
● વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ.
દિવાળીના દિવસે વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીની એ કરેલી આત્મહત્યા કેસમાં તેણીની ડાયરીની નોંધ બોલી રહી છે. વડોદરામાં ભણતી અને એક ખાનગી સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ .
આ ઘટનામાં પોલીસે એ યુવતી ને મદદ કરનાર બસ ડ્રાઈવરને શોધી તેની કેફિયત નોંધી હતી.બસ ચાલકે સિલસીલાબધ્ધ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાંજનો સમય હતો. હું મારી જગ્યાએ ગાડી પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રિક્સામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.
વધુમાં બસ ચાલકે જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી તેણી ના કપડાં અને ચપ્પલ શોધી લાવ્યા હતા. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું.
બસ ચાલકે એ વધુમાં જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ, તેણીએ ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો.રસ્તામાં ઓટો રિક્સામાં જવાનું કહ્યું. યુવતીએ રિક્સામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી.
બસ ચાલક એ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી. અને જણાવ્યું કે, આપડે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રિક્ષા નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્ષા ઉભેલી જોઇ હતી.