- જીવન ટુંકાવનાર પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો
- વિદ્યાર્થી પારુલ યુનિવર્સટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
- વિદ્યાર્થી ત્રણ દિવાસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો
- પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી
વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો અને અહિંયા ભાડાના ઘરમાં રહેતો હતો. સમગ્ર મામલાની જાણ થતા પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, યશ ઈશ્વરભાઈ પટેલ ઉ.(20વર્ષ) મૂળ બનાસકાંઠાનો રહેવાસી હતો અને વડોદરાની પારુલ યુનિવરસિટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગનો કોર્સ કરતો હતો. યશ ત્રણ દિવસ અગાઉ જ વડોદરાના પ્રભાત ચાર રસ્તા પાસે આલોક સોસાયટીમાં ભાડાના મકાનમાં બે મિત્રો સાથે રહેવા આવ્યો હતો. ગત 25 જુલાઇના રોજ બપોરના આરસામાં યશના બે મિત્રો કોઈ કામથી બાર ગયા હતા. અને મિત્રો ઘરે પરત ફરતા ઘરનો દરવાજો અંદરથી લોક હતો. તે બંને એ દરવજો ખોલવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે દરવાજો ખોલી શક્ય ન હતા. છેવટે ઘરના ઉપરના માળે રહેતા મકાન માલિકને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ મકાનમાલિક અને બંને મિત્રોએ થઇને સળિયા વડે દરવાજો ખોલી નાંખ્યો હતો. અને ઘરમાં જોતા જ યશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેના પગલે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતહેદને એસ.એસ.જી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી. આ મામલે એ જોવાનું રહે છે કે યશે કોઈના દબાવમાં આવી ને આપઘાત કર્યો છે? કે કોઈ પ્રેમપ્રકરણ હતું? આવા અનેક પ્રશ્ન મનમાં ઉદ્ભવી રહ્યા છે. યશ ત્રણ દિવસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો અને ત્રણ દિવસની અંદર એવું તો શું બન્યું કે તે આપઘાત કરવા પર મજબુર થઇ ગયો. આ વિશે પોલીસ તાપસ કરી રહી છે. પરંતુ પ્રાથમિક તાપસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું ન હતું. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.