વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાંડિયાબજારમાં રહેતા શખ્સનો ત્રાસ એ હદે વધી ગયો છે કે, તે પાર્ક કરેલી કાર પર ઉપરથી પથ્થર અને લાકડાનું માળખું ફેંકી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટ રીતે સીસીટીવીમાં જોઇ શકાય છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન કારના નુકશાનનો ભોગ બનનારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજી બાદ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવી હોવાનું અરજદાર જણાવી રહ્યા છે.
https://www.instagram.com/reel/CzBKu2voBh5/?igshid=MzRlODBiNWFlZA==
વડોદરાના રાવપુરા વિસ્તારમાં વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે. જે અંગે દાંડિયાબજારના નવરંગ કોમ્પલેક્ષ પાસે આવેલા રામ ચેમ્બર્સમાં રહેતા આશિષકુમાર ઠક્કર દ્વારા રાવપુરા પોલીસ મથકમાં અરજી કરીને પરેશાન કરનાર આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર, હું રામ ચેમ્બર્સમાં રહું છું. મારી કાર રામ ચેમ્બર્સ નીચે પાર્ક કરી હતી. 20, ઓક્ટોબરના રોજ સવારે જોતા મારી કારને નુકશાન થયું હતું. જે અંગે સીસીટીવી તપાસતા રાત્રે 3 – 50 કલાકે ઉપરથી પથ્થર ફેંકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રામ ચેમ્બર્સમાં રહેતો પુનિત નામનો શખ્સ આવી કરતુત કરતો હોય છે. આ પહેલા ફ્લેટમાં રહેતા તુલસીદાસ જેસ્વાણી દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં કારને નુકશાન થયા અંગેની અરજી કરી હતી.
અરજીમાં જણાવ્યા પ્રમાણે રામ ચેમ્બર્સમાં રહેતા તમામ પુનિતથી પરેશાન છે. આ અંગે તેની માતાને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે, મારો પુત્ર મારા દિમાગ નથી. તે મંદબુદ્ધી ધરાવે છે. પણ અમને તે વિકૃત સ્વભાવનો હોય તેવું લાગી રહ્યું છે.
સીસીટીવીમાં પુનિત અગાસીમાં જતો અને પરત નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે. પુનિત દ્વારા કરવામાં આવેલા કૃત્યથી સોસાયટીના રહીશો ગભરાયેલા છે, અને ક્યારે પણ જીવલેણ બનાવ બની શકે છે. આવી માનસીકતાધરાવતા વ્યક્તિ પર પગલા ભરી અને ફરી આવું કૃત્ય ન કરે તે માટે તકેદારીના પગલા ભરવાનો અરજીમાં ઉલ્લેખ છે.
અરજી મુજબ, પુનિતનું પોતાનું ઘર નથી. તેના મામાનું ઘર છે. તે મુળ નડિયાદનો છે. તેના આવા કૃત્યોના કારણે તેના પિતાએ તેને કાઢી મુકેલો છે. તેને આમ કરતા અટકાવતા તે મને ખોટા કેસોમાં ફસાવી દેવા જણાવી રહ્યો છે. હવે આ મામલે ઉજાગર થતા પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.