- M.S.U.ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન અને ‘બી ધ ચેન્જ’ ગૃપ નું કેમ્પેન Aabhar 6.0
- આ વર્ષે Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.”
- પાછલા પાંચ વર્ષથી Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે.
દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ‘બી ધ ચેન્જ’ અને M.S.U. બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ કચ્છ બોર્ડર પર તેનાત BSFનાં જવાનોને હાથથી બનાવેલા કાર્ડ્સ મોકલશે.પાછલા પાંચ વર્ષથી #Aabhar પ્રવૃત્તિનાં ભાગ રૂપે દેશની સીમાઓ પર તૈનાત જવાનોને કાર્ડ્સ મોકલાવામાં આવે છે. તા.૧૫/૧૦/૨૦૨૨ નાં રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ જવાનો માટે કાર્ડ બનાવ્યા હતા.
ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના સેનેટ સભ્ય અને બી ધ ચેન્જ ગૃપનાં ફાઉન્ડર સરલ પટેલે જણાવ્યું હતું કે,” ૨૦૧૬માં ઉરી હમલા બાદ અમને આ પ્રવૃત્તિ કરવાનો વિચાર આવ્યો. જેમાં દેશના જવાનો ભારત માતાની રક્ષામાં રાત દિવસ દેશની સીમાઓ પર તેનાત રહે છે,તેમનો હાથથી બાનાવેલા દિવાળી કાર્ડથી આભાર વ્યક્ત કર્યે. વર્ષ ૨૦૧૬માં ૭૫૦ કાર્ડ ઉરી ખાતે, ૨૦૧૭માં ૧૦૦૦ કાર્ડ કાશ્મીર ખાતે, ૨૦૧૮માં ૧૫૦૦ કાર્ડ બાલાકોટ ખાતે,2019 માં 2000 કાર્ડ કાશ્મીર અને કચ્છ ખાતે અને ૨૦૨૧માં ૩૦૦ કાર્ડ કચ્છ મોકલ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે,” આ વર્ષે #Aabhar 6.0 અંતર્ગત 500 થી વધુ કાર્ડ કચ્છ BSFનાં જવાનોને મોકલવામાં આવશે.”
M.S.U. ની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી મોહિત ભોઈતે એ જણાવ્યું કે,”વર્ષો બાદ આપણા દેશના જવાનો માટે હાથથી કાર્ડ બનાવ્યાનો આનંદ અનેરો છે.સાથે જ યુવા પેઢીએ આવી પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ .આપણે તો દેશની સેવામાં દિવસ રાત ઉભા નથી રહી શકતા, પણ એક કાર્ડથી તેમનો આભાર વ્યક્ત કરી શક્યે છે.”
ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ આનંદ પૂર્વક ભાગ લીધો અને 500 થી વધુ કાર્ડ બનાવ્યા. સંસ્કારી નગરી વડોદરા થી શરૂ થયેલ પહેલ, સતત છ વર્ષથી દિવાળીની શુભેચ્છાઓ દેશની સીમાઓ પર આભાર થકી પહોંચાડી રહી છે.
જો તમે પણ તમારા તમારા બનાવેલ કાર્ડ આપવા માંગતા હોવ તો સોમવાર સુધી તમે અમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર મેસજ કરી શકો છો.