ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે.

આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં 151થી 200માં ઉતરી ગયુ છે.
એમએસયુએ યુનિવર્સિટી લેવલે 101થી 150ના સ્લેબમાં પોઝિશન મેળવી છે. જ્યારે ફેકલ્ટી ઓફ ફાર્મસી 24મી રેન્ક પર હતી. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી 117મી રેન્ક પર હતી. કેન્દ્ર સરકારા શિક્ષણ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF દ્વારા દેશભરની શિક્ષણ સંસ્થાઓ માટે નેશનલ રેન્કિંગની જાહેરાત કરી હતી. તેમા ઓવરઓલ અને ફેકલ્ટી સ્તરે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ગયા વર્ષની તુલનાએ નબળો રહ્યો છે. એકમાત્ર ફાર્મા ફેકલ્ટી સારો દેખાવ કરવામાં સફળ રહી છે.
ફેકલ્ટી ઓફ ફાર્મસીએ નેશનલ લેવલ પર 16મું સ્થાન મેળવ્યું છે. NIRF દ્વારા આ રેન્કિંગ ટીચિંગ, લર્નિગ, રિસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટ કમ, આઉટરિચ એન્ડ ઇન્ક્લુઝિવિટી પરસેપ્શન સહિતના માપદંડના અવલોકન અને અભ્યાસના આધારે અપાય છે.
આ રેન્કિંગ દર્શાવે છે એમ એસ યુનિવર્સિટીએ રેન્કિંગના મોરચે કેવો ધબડકો કર્યો છે. સ્વાભાવિક રીતે યુનિવર્સિટીના સત્તાધીશો માટે આ રીતે રેન્કિંગમાં પછડાટ ઘણો ચિંતાનો વિષય રહ્યો છે. આ કથળતા જતા દેખાવને સુધારવા પગલાં ભરવા જરૂરી હોવાનું તે માને છે.